News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra) માં રાજકીય સંકટ હજુ સમાપ્ત થયું નથી. સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને શિંદે જૂથ (Shinde group)દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray group) વતી વકીલ કપિલ સિબ્બલ(Kapil Sibbal) અને શિંદે જૂથ વતી વકીલ હરીશ સાલ્વે(Harish Salve)એ દલીલો રજૂ કરી હતી.
મહારાષ્ટ્ર કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમના(CJI NV Ramanna), જસ્ટિસ કૃષ્ણ મુરારી(Justice Krishna Murari) અને જસ્ટિસ હીમા કોહલી(Justice Hima Kohli)ની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આજે કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારોને સોગંદનામું(Affidavit) રજૂ કરવા માટે આગામી બુધવાર, 27 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. તેથી રાજ્યમાં આ સત્તા સંઘર્ષ અંગે આગામી સુનાવણી 1 ઓગસ્ટ(August)ના રોજ હાથ ધરાશે.
એટલું જ નહીં મહારાષ્ટ્ર કેસમાં પાંચ જજની બંધારણીય પેનલ(Constitutional Panel) પણ રચાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે (SC) આ અંગે પણ સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં અનેક બંધારણીય મુદ્દા છે. જેના પર મોટી બેન્ચના ગઠન(Big Bench)ની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પક્ષોને આગામી બુધવાર સુધીમાં બંધારણીય સવાલ દાખલ કરવાનું જણાવ્યું. હવે એક ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે. ત્યાં સુધી અયોગ્યતા પર કોઈ કાર્યવાહી થશે નહીં.