Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર રાજકીય સંકટ- સુપ્રીમ કોર્ટે તમામ પક્ષ પાસેથી માગ્યુ એફિડેવિટ- હવે આ તારીખે થશે આગામી સુનાવણી  

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra) માં રાજકીય સંકટ હજુ સમાપ્ત થયું નથી. સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને શિંદે જૂથ (Shinde group)દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથ(Uddhav Thackeray group) વતી વકીલ કપિલ સિબ્બલ(Kapil Sibbal) અને શિંદે જૂથ વતી વકીલ હરીશ સાલ્વે(Harish Salve)એ દલીલો રજૂ કરી હતી.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમના(CJI NV Ramanna), જસ્ટિસ કૃષ્ણ મુરારી(Justice Krishna Murari) અને જસ્ટિસ હીમા કોહલી(Justice Hima Kohli)ની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આજે કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારોને સોગંદનામું(Affidavit) રજૂ કરવા માટે આગામી બુધવાર, 27 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. તેથી રાજ્યમાં આ સત્તા સંઘર્ષ અંગે આગામી સુનાવણી 1 ઓગસ્ટ(August)ના રોજ હાથ ધરાશે.

EDએ શિવસેના નેતા સંજય રાઉતને પાઠવ્યું સમન્સ- પરંતુ આજે પાત્રા ચાલ કેસમાં નહીં થઈ શકે પૂછપરછ-જાણો શું છે કારણ

એટલું જ નહીં મહારાષ્ટ્ર કેસમાં પાંચ જજની બંધારણીય પેનલ(Constitutional Panel) પણ રચાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે (SC) આ અંગે પણ સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં અનેક બંધારણીય મુદ્દા છે. જેના પર મોટી બેન્ચના ગઠન(Big Bench)ની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પક્ષોને આગામી બુધવાર સુધીમાં બંધારણીય સવાલ દાખલ કરવાનું જણાવ્યું. હવે એક ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે. ત્યાં સુધી અયોગ્યતા પર કોઈ કાર્યવાહી થશે નહીં. 

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version