ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
તેલંગણા હાઈ કોર્ટે હુસેન સાગર સરોવર તથા શહેરનાં અન્ય જળાશયોમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની ગણપતિની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટે પોતાના આ આદેશને બદલવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી, પરંતુ ગઈ કાલે કોર્ટે તેલંગાણાના પ્રાધિકારીઓને હૈદરાબાદના હુસેન સાગર સરોવરમાં અંતિમ વખત વિસર્જનની કરવાની પરવાનગી આપી દીધી છે.
કોર્ટે કહ્યું હતું કે આ સમસ્યા હૈદરાબાદમાં વારંવાર આવે છે અને ઘણી વાર આદેશો આપવા છતાં રાજ્ય સરકાર તે સ્થળે મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ કે પ્રદૂષણ પર નિયંત્રણ મૂકવાના તેલંગણા હાઈ કોર્ટના આદેશનું પાલન નથી કરતી.
ગણપતિબાપ્પાના વિસર્જન માટે મુંબઈ મનપાએ ચોપાટીઓ પર કરી આ ધરખમ તૈયારીઓ; જાણો વિગત
જ્યારે પ્રાધિકારીઓના વકીલ તુષાર મહેતાની દલીલો પર હાઈ કોર્ટે પોતાના આદેશને બદલ્યો છે. મહેતાએ કહ્યું હતું કે સરોવરમાં પ્રદૂષણ ઓછું કરવા માટે પગલાં લેવાયાં છે અને વિસર્જન બાદ તરત જ મૂર્તિઓને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવશે અને નિકાલના સ્થળે લઈ જવાશે.