સુપ્રીમ કોર્ટમાં આશરે નવ મહિના સુધી દલીલો ચાલ્યા પછી હવે મહારાષ્ટ્ર સરકાર સંદર્ભે નો નિર્ણય ગમે ત્યારે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો છે. આ સુનવણી દરમિયાન બંને પક્ષો તરફથી જોરદાર દલીલો કરવામાં આવી હતી.. બંને પક્ષોએ પોતાનો તર્ક સુપ્રીમ કોર્ટ સામે રાખ્યો જોકે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવા પ્રશ્નો પૂછ્યા છે જેનો જવાબ કોઈની પાસે નથી.
સુપ્રીમ કોર્ટના બે પ્રશ્નો.
પહેલો સણસણતો સવાલ
સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેને પ્રશ્ન પૂછ્યો હતો કે તેમને ઉદ્ધવ ઠાકરે સાથે ફાવતું ન હતું તો પછી તેમણે આટલા લાંબા સમય સુધી સરકારમાં ભાગ કેમ લીધો?
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..
બીજો સણસણતો સવાલ
સુપ્રીમ કોર્ટે સોનાવણીના છેલ્લા દિવસે ઉદ્ધવ ઠાકરે ને સવાલ પૂછ્યો હતો કે તેમને પોતાની સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો હતો તો તેમણે વિશ્વાસ મત નો સામનો શા માટે ન કર્યો.
આમ સુપ્રીમ કોર્ટે બંને પક્ષને જે પ્રશ્નો પૂછ્યા છે તેને કારણે બંને પક્ષ અત્યારે મૂંઝવણમાં છે કે ચુકાદો કઈ તરફ આવશે.