News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme court) આજે મહારાષ્ટ્રમાં અસલી શિવસેના(real shivsena) કોની અને પાર્ટીનું ચૂંટણી નિશાન ધનુષ્ય બાણ કોનું તે મામલે સુનાવણી હાથ ધરી હતી. મહારાષ્ટ્રમાં અસલી શિવસેના નક્કી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથને ઝટકો તો શિંદે જૂથ(Eknath Shinde)ને રાહત આપતો ચુકાદો આપ્યો છે. પાર્ટીના ચૂંટણી નિશાન અને અસલી શિવસેના નક્કી કરવાની ચૂંટણી પંચની કાર્યવાહી પર સુપ્રીમે રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી બાદ હવે દશેરા પણ જેલમાં- કોર્ટે સંજય રાઉતની જામીન અરજી પરની સુનાવણી આ તારીખ સુધી રાખી મુલતવી
મહત્વનું છે કે ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચ(Election commission)ની આવી કાર્યવાહી અટકાવવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. આજે આ અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આગળ વધવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે ચૂંટણી પંચ અસલી શિવસેના અને તેના ચૂંટણી નિશાન પર નિર્ણય લઈ શકે છે. સુપ્રીમના આ ચુકાદા બાદ હવે ચૂંટણી પંચે નક્કી કરશે કે અસલી શિવસેના ઉદ્ધવ જૂથની છે કે શિંદે જૂથની.