News Continuous Bureau | Mumbai
Defamation Case: આરજેડી નેતા તેજસ્વી યાદવને ( Tejashwi Yadav ) મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે ( Supreme Court ) “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે” તેમના નિવેદન બદલ તેમની સામે દાખલ કરાયેલ માનહાનિનો કેસ રદ કર્યો હતો. સુનાવણી દરમિયાન તેજસ્વી યાદવે સોગંદનામું દાખલ કરીને પોતાના નિવેદન માટે ખેદ વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે તેજસ્વી યાદવ સામેની સુનાવણી હવે અમદાવાદમાં નહીં ચાલે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે તેજસ્વીની માફીનો સ્વીકાર પણ કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે મંગળવારે (13 ફેબ્રુઆરી) સવારે 10:30 વાગ્યે આ મામલામાં ચુકાદો આપ્યો હતો. અગાઉ 29 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવને તેમની કથિત ટિપ્પણી ‘ફક્ત ( Gujaratis ) ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ પાછી ખેંચીને ‘યોગ્ય નિવેદન’ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
શું છે આ મુદ્દો…
આરજેડી ( RJD ) નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે 22 માર્ચ, 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે,’જો આપણે આજની દેશની સ્થિતિ જોઈએ, તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે અને આવા ઠગોને માફ પણ કરવામાં આવશે. એલઆઈસીમાં પૈસાની છેતરપિંડી, બેંકના પૈસા પાછા ન આપવા, પૈસા લીધા પછી તેઓ ભાગી જશે, તો આ બધા માટે કોણ જવાબદાર રહેશે? ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. 13,000 કરોડની છેતરપિંડી કરવાના આરોપી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચવા અંગે તેમણે આ ટિપ્પણી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Farmers protest 2.0 : ખેડૂતોનું ‘દિલ્હી ચલો’ આંદોલન માર્ચ 2020ના આંદોલનથી કેવી રીતે અલગ છે? અહીં આ 5 મુદ્દામાં સમજો.
તેજસ્વીના આ નિવેદન સામે અમદાવાદના હરેશ મહેતાએ ગુજરાતની કોર્ટમાં ( Gujarat court ) ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી તેજસ્વી યાદવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને તેમની અરજીમાં આ કેસને ગુજરાતની બહાર દિલ્હી અથવા પટનામાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.
આ સિવાય તેજસ્વી યાદવે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને પોતાનું ‘ગુજરાતી ઠગ’ ( Gujarati Thug ) નિવેદન પાછું ખેંચ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે તેજસ્વીની માફી માંગવાની પદ્ધતિને યોગ્ય ગણાવી ન હતી અને 29 જાન્યુઆરીએ તેજસ્વીને તેમનું નિવેદન પાછું ખેંચી લેવા અને ‘યોગ્ય નિવેદન’ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેજસ્વીએ બિનશરતી માફી માંગી હતી. જેમાં હવે કોર્ટે માફી સ્વીકારી લીધી છે.