News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં વન્નિયારોને આપવામાં આવેલા 10.5 ટકા અનામતને રદ કરી દીધી છે.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો, જેણે અનામતને ફગાવી દીધું હતું.
કોર્ટે કહ્યું હતું કે અમારું માનવું છે કે વન્નિયારને અન્ય લોકોથી અલગ જૂથ તરીકે માનવા માટે કોઈ કારણ નથી.
2021નો અધિનિયમ બંધારણની કલમ 14,15 અને 16નો ભંગ છે. આથી અમે હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખીએ છીએ.
ઉલ્લેખનીય છે કે તામિલનાડુ વિધાનસભાએ ગત વર્ષ ફેબ્રુઆરીમાં વન્નિયાર સમુદાયને 10.5 ટકા અનામત આપવા માટે તત્કાલિન સત્તાધારી અન્ના દ્રમુક દ્વારા રજૂ કરાયેલા વિધેયકને પાસ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા નવી મુશ્કેલીમાં, બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે ભ્રષ્ટાચારનો કેસ નોંધવાનો આદેશ આપ્યો; જાણો શું છે સમગ્ર મામલો..