News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં શું આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં OBCને ફરીથી રાજકીય અનામત(OBC reservation) મળશે? સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આજે આ સંદર્ભે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ વખતે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો અને નિર્દેશ આપ્યો કે આ ચૂંટણીઓ ઓબીસી આરક્ષણ(OBC reservation) સાથે થવી જોઈએ.
એટલે કે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી સમુદાયની રાજકીય અનામત પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ બંથિયા કમિશનના અહેવાલને સ્વીકારીને, સુપ્રીમ કોર્ટે OBC અનામત સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની મંજૂરી આપી છે. બંથિયા કમિશન(Banthia Commission)ના અહેવાલમાં ઓબીસી માટે 27 ટકા રાજકીય અનામતની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે આ મામલે કોઈ દખલગીરી નથી અને જેને વાંધો છે તેમણે આ અંગે કોર્ટમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : લ્યો મંત્રી પદ 100 કરોડમાં વેચવા માટે બજારમાં ફરનારાઓ પકડાયા-જાણો સમગ્ર મામલો
કોર્ટના આ નિર્ણયથી રાજ્યના ઓબીસી સમુદાયને મોટી રાહત મળી છે. મહા વિકાસ આઘાડીની સરકાર વખતે કોર્ટે OBC અનામત પર રોક લગાવી દીધી હતી. તે પછી, ઠાકરે સરકારે આ અનામત પુનઃસ્થાપિત કરવા માટે કાનૂની લડાઈ લડી હતી. જો કે, તેઓ આમાં સફળ થયા ન હતા. જોકે, શિંદે-ફડણવીસ સરકારના થોડા જ દિવસોમાં સુપ્રીમ કોર્ટે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામતને લીલીઝંડી આપી દીધી છે.
થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે કેટલીક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ ચૂંટણીઓ ઓગસ્ટ મહિનામાં યોજાવાની હતી. જો કે, રાજ્ય ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો અને રાજ્યની 92 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 4 મ્યુનિસિપલ પંચાયતોમાં સભ્યોના હોદ્દા માટેની સામાન્ય ચૂંટણીઓ મુલતવી રાખી. પરંતુ હવે, સુપ્રીમ કોર્ટે આગામી બે સપ્તાહમાં ચૂંટણીનું નવું કાર્યક્રમ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.