News Continuous Bureau | Mumbai
ગુજરાત રમખાણોના કેસમાં(Gujarat riots Case) SITના ક્લોઝર રિપોર્ટ પર ફરીથી સુપ્રીમ કોર્ટે(Supreme Court) તેની મહોર લગાવી હતી. 2002માં ગુજરાતના રમખાણમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને(Narendra Modi) ક્લીનચીટ(Cleanchit) આપીને SITના રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજી ફગાવી દેવામાં આવી છે. અરજીની ઝાટકણી કરતા છેલ્લા 20 વર્ષથી મુદ્દાને સળગતો રાખવાના બદઈરાદા પૂર્વક અરજી કરી હોવાનું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટના 514 પાનાના ચુકાદામાં, કોર્ટે આ તત્વો અને તેમની સાથે કાવતરું ઘડવામાં સામેલ ગુજરાતના કેટલાક અધિકારીઓની આકરી ટીકા કરી છે, સાથે એસઆઈટીના અધિકારીઓના(SIT officials) વખાણ પણ કર્યા છે, જેમણે મોદી સામેના આરોપોની તપાસ કર્યા પછી આરોપોમાં કોઈ સચ્ચાઈ નથી તે સાબિત કર્યું હતું.
જસ્ટિસ એએમ ખાનવિલકરની(Justice AM Khanwilkar) આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદાર કોંગ્રેસના નેતા((Congress leader) અહેસાન જાફરીના(Ehsan Jafri) પત્ની ઝાકિયા જાફરીએ(Zakia Jafri) દાખલ કરેલી સ્પેશિયલ લીવ પિટિશનને(Special Leave Petition) ફગાવી દીધી છે, જેમાં મોદી સહિત ગુજરાતના અનેક રાજકારણીઓ(Politicians) અને અધિકારીઓ સામે કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં, કોર્ટે SITની કામગીરીના પણ વખાણ કર્યા છે, જેણે ગુજરાત રમખાણોના નવ મોટા કેસોની તપાસની સાથે જ ઝાકિયાની ફરિયાદની ઝીણવટભરી તપાસ કરીને તેનો ક્લોઝર રિપોર્ટ સંબંધિત કોર્ટને સુપરત કર્યો હતો અને જેને કોર્ટે સ્વીકાર્યા પછી વાજબી ગણાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત – ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે બોલાવી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક- આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
સર્વોચ્ચ અદાલતે(Supreme Court) પોતાના ચુકાદામાં SIT ની નિષ્પક્ષ અને ઉત્કૃષ્ટ તપાસની પ્રશંસા કરી હતી, સાથે જ અરજદારની સાથે તેમનો એજન્ડા ચલાવનારાઓની પણ મજાક ઉડાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- "સંપૂર્ણ નિષ્પક્ષતા અને જવાબદારી સાથે, SIT ના સભ્યો દ્વારા રમખાણોના તમામ મોટા કેસોની તપાસ કરવામાં આવી હતી, જેમની કામગીરીથી સુપ્રીમ કોર્ટ પણ સંતુષ્ટ છે. અરજદારો વતી આવા અધિકારીઓના ઈરાદા અને પ્રામાણિકતા પર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ધ્યાનમાં રાખો કે SITની રચના કરતી વખતે, સુપ્રીમ કોર્ટે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે, જટિલ કેસોની તપાસમાં SITમાં સક્ષમ અને પ્રામાણિક, અધિકૃત અધિકારીઓ(Honest, authoritative officers) રાખવામાં આવે. આવી સ્થિતિમાં, તમામ નવ મોટા રમખાણોની ઝીણવટભરી તપાસ કરી રહેલા અધિકારીઓના ઈરાદા પર સવાલ ઉઠાવીને, આવા અધિકારીઓની તમામ મહેનતને નિરર્થક સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટના પોતાના પર પણ સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં, અમારી શાલીનતા ન ગુમાવતા, અમે બીજું કંઈ કહી રહ્યા નથી અને આ અરજીને ફગાવી રહ્યા છીએ. આ કેસને પતાવતા સમયે, સુપ્રીમ કોર્ટે ITના સભ્યો અને તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓની અથાક મહેનતની પ્રશંસા કરી હતી.