News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુના મામલામાં વળતરના ખોટા દાવાઓ પર ચિંતા વ્યક્ત કરી છે.
કોર્ટે કહ્યું કે જ્યારે અમે વળતરનો આદેશ આપ્યો હતો ત્યારે કલ્પના પણ નહોતી કરી કે તેના માટે ખોટા દાવાઓ કરવામાં આવશે.
સોલિસિટર જનરલે કેગ પાસેથી ઓડિટનું સૂચન કર્યું છે. આ સાથે જ કોર્ટે કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા માટે કહ્યું છે.
કોર્ટ વિવિધ રાજ્ય સરકારો દ્વારા કોવિડ મૃત્યુ માટે 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની વહેંચણી પર નજર રાખી રહી છે.
આગામી સમયમાં કોર્ટ આવા ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપી શકે છે, જે ખોટા પ્રમાણપાત્રો આપે છે.
આ સમાચાર પણ વાંચો :વધુ એક ધારાસભ્યની વિદાય.. ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીનું 69ની વયે નિધન, બે મહિનાથી હતા કોરોનાગ્રસ્ત
