કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હત્યાના પ્રયાસના કેસમાં ધરપકડથી આટલા દિવસનું મળ્યું રક્ષણ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,27 જાન્યુઆરી 2022         

ગુરુવાર.

મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. 

સુપ્રીમ કોર્ટે નિતેશ રાણેને હત્યાના પ્રયાસના કેસમાં 10 દિવસની ધરપકડથી રક્ષણ આપ્યું છે

જો કે કોર્ટે તેને જામીન આપ્યા નથી, પરંતુ થોડા સમય માટે તેની ધરપકડ પર રોક લગાવી દીધી છે. 

કોર્ટે તેના આદેશમાં નિતેશ રાણેને ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા અને આગામી 10 દિવસમાં નિયમિત જામીન માટે અરજી કરવા જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે નિતેશ રાણે પર શિવસેના કાર્યકર સંતોષ પરબ પર જીવલેણ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. આ મામલે સિંધુદુર્ગમાં કેસ નોંધવામાં આવ્યો છે.

મહારાજાના માલિક હવે સત્તાવાર બદલાશે, એર ઈન્ડિયામાં આજથી ટાટા ગ્રુપ પોતાની સેવા ચાલુ કરશે; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More