News Continuous Bureau | Mumbai
દિલ્હીમાં(Delhi) જહાંગીરપુરીમાં(Jahangiripur) એક તરફ બુલડોઝરની(Bulldozer) કડક કાર્યવાહી વચ્ચે સુપ્રીમ કોર્ટે(supreme Court) મોટો આદેશ આપ્યો છે
સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં MCD ની કાર્યવાહી પર હાલ રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા અતિક્રમણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
કોર્ટમાં આ મામલે હવે આવતી કાલે સુનાવણી(Hearing) થશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે બે અરજી દાખલ થઈ છે.
પહેલી અરજી યુપી, એમપી(MP) સહિત દેશના અન્ય ભાગોમાં બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ દાખલ થઈ છે અને બીજી અરજી દિલ્હીના જહાંગીરપુરગીરીમાં એમસીડીની(MCD) કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : હિંસા સામે એકશન. MP, ગુજરાત બાદ હવે અહીં ચાલશે બુલડોઝર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત