News Continuous Bureau | Mumbai
પૂર્વ વડાપ્રધાન(Ex Prime minister) રાજીવ ગાંધીની(Rajiv Gandhi) હત્યા કેસમાં(Murder case) સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.
કોર્ટે આજીવન કેદની(Life imprisonment) સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક એજી પેરારીવલનને(AG Perarivalan) મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટના આ નિર્ણય બાદ શ્રીલંકાના(Srilanka) નાગરિક નલિની શ્રીહરન(Nalini Shriharan), મારુગન સહિત આ કેસમાં અન્ય 6 દોષિતોની મુક્તિની આશા પણ જાગી છે.
ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધી હત્યા કેસમાં 7 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તમામ દોષિતોને ફાંસીની(Execution) સજા સંભળાવી હતી.
જો કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં બદલી હતી.
આ સમાચાર પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભડકો, હાર્દિક પટેલે આપ્યું રાજીનામું.. આ પાર્ટીમાં જોડાય તેવી અટકળો તેજ