95
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્રમાં બળદગાડા રેસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
કોર્ટે કર્ણાટક અને તમિલનાડુ દ્વારા સંશોધિત પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટમાં નિર્ધારિત નિયમો અને શરતોને આધિન આ રેસને મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. આ પછી PETAએ આજે પોતાનો પક્ષ રજૂ કર્યો.
સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ રાજ્યમાં બળદની લડાઈ માટે શરતી પરવાનગી આપી છે.
આ નિર્ણયથી રાજ્યના બળદગાડા માલિકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટે PCA એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્વીકારીને સમગ્ર દેશમાં જલ્લીકટ્ટુ, આખલાની દોડ અને બળદગાડાની રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
You Might Be Interested In