ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજની હત્યા મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોટિસ લીધી છે.
ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ઝારખંડના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નિર્દેશ કર્યો છે કે તેઓ એક અઠવાડિયાની અંદર તપાસનો રિપોર્ટ સોંપે.
કોર્ટના આદેશ મુજબ ડીજીપી તથા રાજ્યના ચિફ સેક્રેટરીએ એક સપ્તાહમાં રિપોર્ટ આપવાનો રહેશે તથા આવતા સપ્તાહમાં સોલિસિટર જનરલને હાજર થવા કહ્યું છે.
જોકે, કોર્ટે કહ્યું છે કે તેઓ ઝારખંડ હાઈકોર્ટની કાર્યવાહીમાં કોઈ હસ્તક્ષેપ કરી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે ઝારખંડના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઉત્તમ આનંદ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે એક વાહને તેમને ટક્કર મારી હતી. આથી ઈજાગ્રસ્ત ન્યાયાધીશને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું.
