ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા ઓબીસી આરક્ષણ કેસમાં મહારાષ્ટ્ર સરકારની હાર થઈ છે. સુપ્રીમ કોર્ટે ઓબીસી આરક્ષણની લઇને લઘુમતી આયોગ ના વચગાળાના અહેવાલને ફગાવી દીધો છે. રાજકીય પ્રતિનિધિત્વ અને યોગ્ય આંકડાવારી અહેવાલમાં આપી ન હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના ચાબખા મારતા કહ્યું છે કે ઓબીસીને લઈને તમે જે ડેટા આપ્યા છે તે નકામાં છે તેના આધારે ચૂંટણી થઈ શકે નહીં
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર યોજવી પડશે. જો કે રાજ્ય સરકારે ઓબીસી આરક્ષણ વગર ચૂંટણી નહીં થાય એવો હુંકાર કર્યો છે.
કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે જે ઇમ્પેરિઅલ ડેટા આપ્યા છે તેમાં કોઇ પૂરતી માહિતી નથી. સાથે જ ઓબીસી પ્રતિનિધિત્વની માહિતી અહેવાલ નથી. તેમજ આ અહેવાલ કયા સમયગાળાની માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર પાર પાડો. આગામી આદેશ આવે ત્યાં સુધી રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર કરો. એવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કોર્ટમાં રજુ કરેલા ઇમ્પેરિઅલ ડેટાને ફગાવી દીધા છે. તેથી રાજ્ય સરકારે ફરી પુરા રાજ્યમાં આંતરિક સર્વે કરવો પડશે. જેમાં પાંચથી છ મહિનાનો સમય લાગશે. તેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાંચથી છ મહિના લંબાઈ જવાની શક્યતા છે.