161
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,19 એપ્રિલ 2021.
સોમવાર.
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં સો ટકા EVM-VVPAT મશીન મુકવાની અરજી તૃણમૂલ કોંગ્રેસના નેતા ગોપાલ શેઠે કરી હતી. સુપ્રીમ કોર્ટે તે અરજી રદ્દ કરતા જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં અડધેથી વધારે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે એની સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. અરજીકારે ચૂંટણી શરૂ થતાં પહેલાં જ ચૂંટણી પંચ પાસે આ માંગણી કરવાની હતી.
વર્તમાન પરિસ્થિતિમાં દરેક વિધાનસભામાં પાંચ EVMના મશીનને VVPAT સાથે જોડવામાં આવે છે. વર્ષ 2019 માં સુપ્રીમ કોર્ટે આ વ્યવસ્થા નક્કી કરી હતી. જોકે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીએમ અને તેલુગુ દેશમ સહિત કુલ 21 પાર્ટીઓએ 50%EVM- VVPAT ને જોડવાની માંગ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે અવ્યવહારિક ગણાવતા રદ કરી દીધી હતી.
You Might Be Interested In