Site icon

શિંદે vs ઠાકરે : હવે ઉદ્ધવ રહ્યાં માત્ર નામના નેતા, શિવસેના પર કબજાની આશા ઠગારી નીવડી, સુપ્રીમે આપ્યો આ આદેશ

શિંદે vs ઠાકરે: એકનાથ શિંદેને આપવામાં આવેલા શિવસેનાના ચૂંટણી ચિન્હ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની અરજી પર બુધવારે (22 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પછી, સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને નોટિસ જારી કરી અને બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે.

Maharashtra Politics :Supreme Court to hear Shiv Sena symbol dispute today, Uddhav seeks permission to use name, symbol and flag

Maharashtra Politics :Supreme Court to hear Shiv Sena symbol dispute today, Uddhav seeks permission to use name, symbol and flag

News Continuous Bureau | Mumbai

શિંદે vs ઠાકરે: એકનાથ શિંદેને આપવામાં આવેલા શિવસેનાના ચૂંટણી ચિન્હ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની અરજી પર બુધવારે (22 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

જોકે ઉદ્ધવ ઠાકરેને આ મુદે કોઈ પણ રાહત મળી શકી નથી. તેમના તરફથી એકનાથ શિંદે જૂથને શિવસેનાનાં નામ અને ચિહ્નનો ઉપયોગ કરવાની પરવાનગી પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી જે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. આ પછી, સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને નોટિસ જારી કરી અને બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. સાથે જ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપ્યો નથી. કોર્ટે કહ્યું છે કે ઉદ્ધવ જૂથ અત્યાર સુધી મળેલા અસ્થાયી નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. શિંદે પક્ષ અત્યારે એવો કોઈ વ્હીપ જારી કરશે નહીં, જેનું પાલન ન કરવા બદલ ઉદ્ધવ તરફી સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાય. આગામી સુનાવણી 3 અઠવાડિયા પછી થશે.

શું છે મામલો?

ચૂંટણી પંચે શુક્રવારે (17 ફેબ્રુઆરી) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેની આગેવાની હેઠળના જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત અવિભાજિત શિવસેનાનું ‘ધનુષ અને તીર’ ચૂંટણી ચિહ્ન ફાળવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ વાસીઓ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસના પ્રેમમાં પડ્યા, પહેલા જ દિવસે આટલા હજાર પ્રવાસીઓએ કરી મુસાફરી. જાણો વિગત.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Exit mobile version