News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય વિદ્યાલયના(Kendriya Vidyalaya) પહેલા ધોરણમાં પ્રવેશ માટે હવે લઘુત્તમ વય(Minimum age) મર્યાદા છ વર્ષની રહેશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ના નિર્ણયને માન્ય રાખ્યો છે. આ નિર્ણયને પહેલા હાઈકોર્ટમાં(Highcourt) અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એટલે કે સત્ર ૨૦૨૨-૨૩માં ફક્ત તે જ બાળકોને પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર ઓછામાં ઓછી ૬ વર્ષ છે. પહેલા ધોરણ ૧માં ૫ વર્ષના બાળકોને પ્રવેશ મળતો હતો. (justice)જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ એમ સુંદરેશની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના ૧૧ એપ્રિલના ચુકાદાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે અમે પણ હાઈકોર્ટે આપેલા ર્નિણય પર તેમની સાથે સહમત છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(National Education Policy) ૨૦૨૦ મુજબ ધોરણ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય વધારવામાં આવી છે. જોકે અલાદતે એક વાત સ્પષ્ટ કરી છે કે કોઈપણ બાળક અન્ય શાળાઓમાં પ્રવેશ લઈ શકે છે જેણે હજી સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કર્યો નથી.
આ સમાચાર પણ વાંચો : MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનાથના તારીફોના બાંધ્યા પુલ… જાણો વિગતે.