News Continuous Bureau | Mumbai
Supriya Sule: પુનાની બારામતી સીટ ( Baramati seat ) એટલે શરદ પવાર અને સુપ્રિયા સુલેનો ગઢ છે. હવે અજીત પવારે ( Ajit Pawar ) અહીં ચેલેન્જ ફેંકી છે તેમજ સુપ્રિયા સુલે સામે અજીત પવારની પત્ની સુનેત્રા પવાર ( Sunetra Pawar ) ચૂંટણી લડી શકે તેમ છે. આ માટે બારામતીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુખડિયા સુલેએ મીડિયા સામે વિચિત્ર નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેણે જણાવ્યું છે કે ચૂંટણી ( election ) લડવી એ બચ્ચાઓનો ખેલ નથી. તેમજ કોઈ સારું ઉમેદવાર હશે તો તે સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. પરંતુ અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને તેની વિચારધારા સાથે છે
ઉલ્લેખનીય છે કે છેલ્લી ત્રણ ટર્મથી સુપ્રિયા સુલે બારામતીની સીટથી ચૂંટણી જીતી રહી છે. હવે તેને લડાઈ તેના ભાઈ સાથે છે. ત્યારે જોવાનું એ રહે છે કે તે કેટલી સફળ નિવડે છે.
આ સમાચાર પણ વાંચો : R Ashwin: શું આર અશ્વિન 500 વિકેટ બાદ હવે 37 વર્ષની ઉંમરે 700 વિકેટનો માઈલસ્ટોન પૂર્ણ કરી શકશે?