Site icon

ડાયમંડ સીટી સુરતમાં માત્ર 7 જ સેકન્ડમાં કાટમાળમાં ફેરવાયો 72 પિલર ધરાવતો 85 મીટરનો ટાવર.. જુઓ વિડીયો

surat 85 feet long cooling tower collapse see video

ડાયમંડ સીટી સુરતમાં માત્ર 7 જ સેકન્ડમાં કાટમાળમાં ફેરવાયો 72 પિલર ધરાવતો 85 મીટરનો ટાવર.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ગુજરાતના ડાયમંડ સીટી સુરતના ઉત્રાણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આજે સવારે 11:00 વાગ્યે 85 મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો છે. આ ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાવચેતી રૂપે આ વેળાએ આસપાસના રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા. ટાવર પડતાની સાથે જ ધૂળનું ખૂબ જ ઊંચું વાદળ ઊભું થયું.

ઉલ્લેખનીય છે કે, સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. આટલા વર્ષો થઈ જવાના કારણે તેને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજે તોડી પાડવામાં આવ્યો છે. પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી જમીનદોસ્ત કરવામાં આવી અને આ સાથે જ ઉત્રાણ પાવર હાઉસનો ટાવર ઈતિહાસ બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો : આજે છત્રી-રેનકોટ લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો..

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version