Site icon

Surat: એરપોર્ટ પર રૂ. 25 કરોડના સોનાની દાણચોરીના કેસમાં પોલીસકર્મીની ધરપકડ

Surat: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તાજેતરમાં આશરે રૂ. 25 કરોડની કિંમતના સોનાની રિકવરી સંદર્ભે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. ડીઆરઆઈના સરકારી વકીલ નયન સુખડાવાલાએ મંગળવારે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસમાં કામ કરતો સબ ઈન્સ્પેક્ટર એરપોર્ટના ટોઈલેટમાં ત્રણ મુસાફરો દ્વારા લાવેલા 48.2 કિલો સોનાની દાણચોરીમાં મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

Mumbai : Mumbai jeweler’s wife booked for poisoning him, stealing gold

Mumbai : Mumbai jeweler’s wife booked for poisoning him, stealing gold

News Continuous Bureau | Mumbai

Surat : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તાજેતરમાં આશરે રૂ. 25 કરોડની કિંમતના સોનાની રિકવરી(Gold Recovery) સંદર્ભે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. ડીઆરઆઈના સરકારી વકીલ નયન સુખડાવાલાએ મંગળવારે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસમાં કામ કરતો સબ ઈન્સ્પેક્ટર એરપોર્ટના ટોઈલેટમાં ત્રણ મુસાફરો દ્વારા લાવેલા 48.2 કિલો સોનાની દાણચોરીમાં મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો. આ લોકો સોનાનું પેસ્ટ બનાવીને સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુખડાવાલાએ કહ્યું કે, સોમવારે સ્થાનિક કોર્ટે પોલીસ કર્મીને બે દિવસ માટે DRI કસ્ટડીમાં મોકલી દીધો.

Join Our WhatsApp Community

તેમણે જણાવ્યું કે, શારજાહથી આવેલા આ મુસાફરોની 7 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, “તેમને આરોપી (પોલીસ કર્મી)ને પાર્સલ આપવાનું કહેવામાં આવ્યું હતું, જેથી કરીને તે એરપોર્ટની બહાર સોનાની દાણચોરી કરતા પહેલા તપાસ ટાળવા માટે ઇમિગ્રેશન ચેકપોસ્ટ પહેલાં ટોઇલેટમાં તેને છુપાવી શકે.” પોલીસ કર્મીને ત્રણેયની ધરપકડની જાણ થતાં તે પેટમાં દુખાવાની ફરિયાદ કરીને એરપોર્ટથી નીકળી ગયો હતો.

તેમણે કહ્યું કે, સોનાની દાણચોરીમાં પોલીસકર્મીની(Police) સંડોવણી અંગેની માહિતી મળ્યા બાદ પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા અને 12 લાખ રૂપિયાનો ‘બ્લેન્ક ચેક’ રિકવર કર્યો. સુખડાવાલાએ જણાવ્યું હતું કે, “પોલીસ અધિકારીને ઇમિગ્રેશન ચેકમાંથી સોનું કાઢીને એરપોર્ટની બહાર એક વ્યક્તિને સોંપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.” સુરત પોલીસ કમિશનર અજય તોમરે(Ajay Tomar) જણાવ્યું હતું કે, તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કથિત સંડોવણીની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો: GST Council : મલ્ટીપ્લેક્સમાં ખાવાનું થશે સસ્તું, તો ઓનલાઈન ગેમિંગ પર લાગશે 28% GST.. કાઉન્સિલ બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણય

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version