News Continuous Bureau | Mumbai
Ganesh Visarjan: અનંત ચૌદશના ( anant chaturdashi ) દિવસે સુરત ( Surat ) શહેરમાં ગણેશ વિસર્જન શાંતિપુર્ણ માહૌલમાં સંપન્ન થાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સુરત પોલીસ ( Surat Police ) વિભાગના સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શહેરના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરત શહેર બે જોઈન્ટ પોલીસ કમિશનર સહિત એડિશનલ સીપી ક્રાઈમ ઉપરાંત ૧૨ એસ.આર.પી., ૧ આર.એ.એફ., ૧ બી.એસ.એફ ની સુરક્ષા દળોની ( Security forces ) ટૂકડી બંદોબસ્તમાં તૈનાત કરાઇ છે. તેમજ ૧૬ એસ.પી, ૩૫ એ.સી.પી. ૧૦૬ પી.આઈ., ૨૦૫ પી.એસ.આઇ. ૪૨૦૬ પોલીસ અને ૫૫૩૩ હોમગાર્ડના જવાનો સહિત ૧૫ હજાર જેટલા અધિકારીઓ-પોલીસ કર્મીઓ ખડેપગે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ફરજ બજાવશે.

Surat City Police will deploy around 15,000 police officers on duty to ensure that the Ganesha immersion takes place in a peaceful manner
પોલિસ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થશે જેમાં બોડી વોર્ન કેમેરા, રિફલેક્ટિવ જેકેટ, ડ્રોન જેમાં ઇલેકટ્રોનિક સાધનો ઉપયોગ પણ થશે. જ્યારે ધાબા પોઇન્ટ સહિત ડ્રોન કેમેરા અને સીસીટીવી ફૂટેજથી તમામ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર રહેશે. જેમાં દરેક ધાબા પોઇન્ટ પર પોલીસ જવાનો તૈનાત રહેશે.

Surat City Police will deploy around 15,000 police officers on duty to ensure that the Ganesha immersion takes place in a peaceful manner
સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આપવમાં આવેલી વિગત અનુસાર સુરત શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઇ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં વહેલી તકે ગણેશ આયોજકો દ્વારા વિસર્જન યાત્રા કાઢવામાં આવે તે પ્રકારનું આયોજન કરાયું છે. વિસર્જન યાત્રા દરમિયાન ડી.જે વગાડવા સહિતની ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત શહેરમાં ૨૦ થી વધુ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Snake Rescue : બારીમાંથી લટકીને બેડરૂમમાં ઘૂસવા જતો હતો વિશાળકાય સાપ, પરિવારજનોએ ગભરાઈને કર્યું આ કામ, જુઓ વિડીયો..
સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઇ સુરત શહેર પોલીસ દ્વારા તમામ કૃત્રિમ તળાવો, વિસર્જન રૂટ સહિત હજીરા અને ડુમસ દરિયા કિનારાના ઓવારા પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવ દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આવતી કાલે ભક્તો દ્વારા ભાવભીની આંખે વિદાય આપવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જન અંગેના ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટેના વિવિધ રૂટો અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Surat City Police will deploy around 15,000 police officers on duty to ensure that the Ganesha immersion takes place in a peaceful manner
શહેરમાં ૮૦ હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના ગણેશ આયોજકો દ્વારા કરવામાં આવી છે. ઉંચી પ્રતિમાઓ પોતાના ચોક્કસ વિસર્જન રૂટ ઉપરથી પસાર થાય અને પોલીસને પણ તેની જાણકારી મળી રહે તે માટે ખાસ જીપીએસ સિસ્ટમ આવી પ્રતિમાઓ માટે મુકવામાં આવી છે. વિસર્જન યાત્રા દરમિયાન છેડતી, ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ જેવા બનાવો ન બને તે માટે પણ શહેર પોલીસની બાજ નજર રહેશે. તેમજ વિસર્જનના તમામ રૂટો પર સુરત શહેર પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ પણ યોજાઇ હતી.

Surat City Police will deploy around 15,000 police officers on duty to ensure that the Ganesha immersion takes place in a peaceful manner