News Continuous Bureau | Mumbai
Surat :ગુજરાતમાં ફરી એકવાર કથિત રીતે પોલીસની ગેરવર્તણૂક સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલવે પોલીસે વાહન ચાલકને લાફા માર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જુઓ વિડીયો
આ છે અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના ઝાબાજ સિંઘમ પોલીસ કર્મચારીઓ જેણે કોઈ આતંકવાદી નથી પકડ્યો પરંતુ માત્ર ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી રહ્યા છે.
તારીખ 05 ઓગસ્ટ 2023 શનિવારના રોજ રેલ્વે સ્ટેશન, સુરત ખાતે માત્ર ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલકને ખોટી રીતે રોકવામાં… pic.twitter.com/bxDa63BBT7— Adv Mehul Boghara (@AdvMehulBoghara) August 10, 2023
આ સમાચાર પણ વાંચો : Mumbai Airport: લ્યો બોલો, ચાના પેકેટમાંથી મળ્યા હીરા! મુંબઈ એરપોર્ટ પર 1.49 કરોડ રૂપિયાના હીરા તસ્કરીનો થયો પર્દાફાશ.. જુઓ વીડિયો
શું છે મામલો
પ્રાથમિક માહિતી મુજબ ટ્રાફિક મેમો બાબતે મારામારી કર્યાનું ચર્ચાઇ રહ્યું છે. વાત જાણે એમ છે કે, ટ્રાફિક મેમો બાબતે એક વાહન ચાલક અને રેલવે પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. જે બાદમાં પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારી દીધો હતો. આ દરમિયાન અન્ય એક યુવકે વીડિયો ઉતારી લીધો હતો. જેના પગલે પોલીસે આ યુવક પાસેથી મોબાઈલ પણ છીનવી લીધો હતો.
હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ આ ઘટનામાં યુવકને લાફો મારનારા પોલીસ કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે.
વિડીયો વાયરલ થતા હવે પોલીસતંત્ર સામે સવાલો ઊભા થયા છે.