Site icon

Surat : સુરત રેલવે પોલીસકર્મીની દાદાગીરી, પોલીસ મથકમાં નજીવી બાબતે યુવકને લાફો માર્યો, વિડીયો વાયરલ થતા થઇ કાર્યવાહી.. જુઓ

Surat : સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ચલાણ બાબતે વાહન ચાલક સાથે લાફા વાળીનો વિડીયો સામે આવતા હડકંપ મચ્યો છે. વિડીયો વાયરલ થતા પોલીસકર્મી જ કાયદા નહીં અનુસરે તો પ્રજાની રક્ષા કોણ કરશે? પોલીસકર્મી જ કાયદાનું ભાન ભૂલે શું એ યોગ્ય છે? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે..

Surat: Cop slaps man for refusing to pay fine in Surat, suspended

Surat: Cop slaps man for refusing to pay fine in Surat, suspended

News Continuous Bureau | Mumbai 

Surat :ગુજરાતમાં ફરી એકવાર કથિત રીતે પોલીસની ગેરવર્તણૂક સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલવે પોલીસે વાહન ચાલકને લાફા માર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

 

આ સમાચાર પણ વાંચો : Mumbai Airport: લ્યો બોલો, ચાના પેકેટમાંથી મળ્યા હીરા! મુંબઈ એરપોર્ટ પર 1.49 કરોડ રૂપિયાના હીરા તસ્કરીનો થયો પર્દાફાશ.. જુઓ વીડિયો

શું છે મામલો

પ્રાથમિક માહિતી મુજબ ટ્રાફિક મેમો બાબતે મારામારી કર્યાનું ચર્ચાઇ રહ્યું છે. વાત જાણે એમ છે કે, ટ્રાફિક મેમો બાબતે એક વાહન ચાલક અને રેલવે પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. જે બાદમાં પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારી દીધો હતો. આ દરમિયાન અન્ય એક યુવકે વીડિયો ઉતારી લીધો હતો. જેના પગલે પોલીસે આ યુવક પાસેથી મોબાઈલ પણ છીનવી લીધો હતો.

હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ આ ઘટનામાં યુવકને લાફો મારનારા પોલીસ કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે.
વિડીયો વાયરલ થતા હવે પોલીસતંત્ર સામે સવાલો ઊભા થયા છે.

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version