News Continuous Bureau | Mumbai
Surat : હાલમાં જ સુરત જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ પાસ કરનાર વિદ્યાર્થીઓને ( Students ) ઉચ્ચ અભ્યાસ માટેના પ્રવેશ અર્થે જરૂરી આવક/જાતિ/નોન-ક્રિમીલીયર/ડોમીસાઈલ વગેરે પ્રમાણપત્રો ( Certificates ) સમયમર્યાદામાં મળી રહે તથા પ્રમાણપત્રો મેળવવા માટે કોઈ અગવડ ન પડે તે હેતુસહ માંડવી પ્રાંત કચેરીના કાર્યક્ષેત્રમાં આવેલા માંડવી ( Mandvi ) , માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના જનસેવા કેન્દ્રોમાં ( Jan Seva Kendra ) વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સોમવાર તા.૨૦/૦૫/૨૦૨૪ થી દરરોજ સવારે ૯:૦૦ થી રાત્રીના ૮:૦૦ વાગ્યા સુધી કચેરીઓ કાર્યરત રહેશે. જનસેવા કેન્દ્રોમાં આવતા લાભાર્થીઓ સરળતાથી ફોર્મ ભરી શકે એ માટે હેલ્પ ડેસ્ક ઉભુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગની ( IMD ) હીટ સ્ટ્રોકની આગાહીને ધ્યાને લઈ જનસેવા કેન્દ્રોમાં અરજદારો માટે પાણી, બેઠક વ્યવસ્થા તથા હિટ સ્ટ્રોક માટે જરૂરી મેડીકલ કીટ વગેરેનો યોગ્ય પ્રબંધ કરવામાં આવ્યો હોવાનું નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી કૌશિક જાદવની યાદીમાં જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો: Kanhaiya Kumar attack:દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, માળા પહેરાવી ફેંકી કાળી શાહી, મારી થપ્પડ; જુઓ વિડીયો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
