Surat: સામાન્ય પરિવારની દીકરીએ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ થીમને સાચા અર્થમાં ચરિતાર્થ કરી, ધોરણ-૧૨માં ૯૪.૪૦ ટકા મેળવી શાળાએ પ્રથમ આવી..

Surat: એક વર્ષના સમયનો સદ્ઉપયોગ કરી ડીંડોલીની રક્ષાએ ધોરણ-૧૨માં ૯૪.૪૦ ટકા મેળવી શાળાએ પ્રથમ આવી. ધોરણ -૧૨માં ઓવર કોન્ફિડન્સથી નઇ પણ કોન્ફિડન્સથી સારા માર્ક્સ આવ્યા : રક્ષા પાટીલ

Surat: Girl from Dindoli came first by scoring 94.40 percent in class-12 board exam.

News Continuous Bureau | Mumbai
Surat: આજના આધુનિક યુગમાં દરેક પગલે માણસની કસોટી થાય છે. આ સમયે જે વ્યક્તિ ધૈર્ય અને લગનથી પોતાના ધ્યેય પાછળ મંડ્યા રહે છે તેને જ સફળતા મળે છે. આ વાક્યને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી એક સામાન્ય પરિવારની દીકરીએ સાર્થક કરી આજે સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બન્યા છે.
ડીંડોલી વિસ્તારમાં રહેતી રક્ષા પાટીલના પરિવારમાં દાદી, માતા, એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે. માતા આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે.

ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી

Surat: Girl from Dindoli came first by scoring 94.40 percent in class-12 board exam.

Surat: Girl from Dindoli came first by scoring 94.40 percent in class-12 board exam.

Join Our WhatsApp Community

ધોરણ-૧૨માં ૯૪.૪૦ ટકા મેળવનાર રક્ષાએ જણાવ્યું હતું કે, પહેલાંથી મારું ધ્યેય હતું કે ભણી-ગણી સમાજ કલ્યાણના કાર્ય કરીને પરિવારનું નામ રોશન કરવું છે.ત્રણેય ભાઈ બહેનને પહેલાથી અભ્યાસમાં રૂચિ રહેલી છે. મેં ધોરણ-૬થી ખરવર નગર સ્થિત પી.એચ. બચકાનીવાલા શાળામાં અભ્યાસ કર્યો છે. કોરોના કાળના કારણે માસ પ્રમોશન મળ્યુ એટલે બોર્ડ પરીક્ષા આપી ન હતી. હું દરરોજ ૧૦૦ માર્ક્સના પેપર લખવાની તૈયારી કરતી હતી. ટ્યુશન અને સ્કૂલમાં દર અઠવાડિયે અને મહિને પેપર લખવાની તૈયારીઓ કરાવતા. એટલે કેટલા સમયમાં કેટલું પેપર લખાય તેનું ટાઈમ મેનેજમેન્ટ પણ ખૂબ જરૂરી હોય છે. દિવાળી પહેલા દરરોજ ૩ કલાકનું વાંચન કરતી. ત્યાર બાદ વાંચનનો સમય વધારીને પરીક્ષા સુધીમાં દિવસના ૯ કલાક સુધીનો કર્યો.

વિદ્યાર્થીઓમાં ગેર માન્યતા ઘણી

Surat: Girl from Dindoli came first by scoring 94.40 percent in class-12 board exam.

આ સમાચાર પણ વાંચો : Income Tax Laws: કેપિટલ ગેઈન્સ માટે મુક્તિ દાવો ક્યારે કરવો.. શું કહે છે કલમ 54F? સંપુર્ણ વિગતો વિગતવાર વાંચો અહીંયા…

ધોરણ-૧૨માં ઓવર કોન્ફિડન્સથી નહીં પણ કોન્ફિડન્સથી સારા માર્ક્સ આવ્યા એમ જણાવી રક્ષાએ કહ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કઇ દિશામાં કરવુ તે વ્યક્તિગત હોય છે અને હું તેનાથી દૂર રહી એનું સચોટ પરિણામ મને મળ્યું છે. વિદ્યાર્થીઓમાં ગેર માન્યતા ઘણી હોય છે કે, કમ્પ્યૂટર વિષયથી રાખવાથી રેન્કિંગ ઓછું આવે છે. પરંતુ મનગમતા વિષયમાં પુરતી મહેનત કરવામાં આવે તો રેન્કિંગ વધારવામાં તે ખૂબ મહત્વનું બની જાય છે.

ધોરણ-૧૧માંથી બોર્ડની પરીક્ષાની તૈયારી

Surat: Girl from Dindoli came first by scoring 94.40 percent in class-12 board exam.

પસંદગીનો વિષય એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ આવ્યા અને કોમ્પ્યુટરમાં ૧૦૦ માંથી ૯૫ માર્ક્સ આવ્યા. હું ધોરણ-૧૧માં આવી ત્યારથી બોર્ડની પરીક્ષાની જેમ તૈયારી શરૂ કરી દીધી હતી. ધોરણ ૧૨માં એ-૧ ગ્રેડ સાથે ૯૪.૪૦ ટકા સ્કૂલમાં પણ પ્રથમ આવીશ એવું ધાર્યું પણ ન હતું. પરંતુ મારા પરિણામ ની પાછળ મારા શાળાના પ્રિન્સિપલ, શિક્ષકો, ટ્યૂશનના શિક્ષકો અને પરિવારના સતત પ્રોત્સાહનથી મારો આત્મવિશ્વાસ વધતો રહ્યો હતો.

રૂ.૫૦૦૦ પ્રોત્સાહક ઈનામ મળ્યું

અત્યારે હું બી.એ.ની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. ભવિષ્યમાં સારી પોસ્ટ મળશે તો સમાજમાં રહેલી ઘરેલુ હિંસાથી પીડિત દિકરીઓ–માતાઓ પર થતી અત્યાચારથી બચી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે એ પ્રકારની કામગીરી કરવા અંગે પ્રતિબધ્ધતા દર્શાવી કહ્યું કે, મહિલાઓના આર્થિક, સામાજિક અને શારીરિક ઉત્થાન માટે શરૂ કરેલા ‘નારી વંદન ઉત્સવ’માં જે નારીઓનું સન્માન થયું છે એ સાચા અર્થમાં માતાઓનું સન્માન કર્યું છે. આજે DBT (ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર) મારફતે રૂ.૫૦૦૦નાં પ્રોત્સાહક ઈનામ મળ્યું જે બદલ રાજ્ય સરકાર અને વહિવટી તંત્રનો ઋણ સમાજ સેવા કરીને ચૂકવીશ.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version