News Continuous Bureau | Mumbai
Surat : મંગળવારઃ વરસાદી સિઝનની શરૂઆતથી સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુરત શહેરમાં સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો(Heavy rain) હતો. જેથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના તથા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ, સુરત સિટીમાં સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં ૪ ઇંચ(4 inches of rain) જેટલો વરસાદ પડ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, અને આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાયેલું રહ્યું હતું.
જ્યારે જિલ્લાના બારડોલી તાલુકામાં પણ ૪૩ મિમી અને કામરેજમાં ૨૨ મિ.મી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ચોર્યાસીમાં ૯, પલસાણામાં ૮, માંડવીમાં ૫, ઓલપાડમાં ૧ અને મહુવા તાલુકામાં ૩ મિ.મી વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓ કોરાકટ રહ્યા હતા.
18 જુલાઈ ના રોજ ઉકાઈ ડેમ(Ukai dam) ૩૩૩ ફૂટની રૂલ લેવલ છે, ત્યારે સાંજે ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક ૧૦૮૦૨ કયુસેક તથા જાવક ૬૦૦ કયુસેક તેમજ ડેમની સપાટી ૩૧૪.૫૦ ફૂટ પહોંચી હતી. જ્યારે કાકરાપાર વિયર લેવલ ૧૬૦.૧૦ ફૂટ છે, હથનુર ડેમમાંથી ૧૦,૦૧૭ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે કોઝ વે તેની ૬.૪૫ મીટરની સપાટીથી છલકાઈને ૩૭,૮૮૪ જેટલું પાણી વહી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Beauty Tips : વરસાદની સિઝનમાં ચહેરા પર આ વસ્તુઓ ન લગાવો, નહીં તો થશે આ મુશ્કેલી..