Surat: યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-સુરત દ્વારા ‘કલા મહાકુંભ ૨૦૨૩-૨૪’ યોજાશે

Surat: 'Kala Mahakumbh 2023-24' to be organized by Youth and Cultural Activities Office-Surat’
Surat: 'Kala Mahakumbh 2023-24' to be organized by Youth and Cultural Activities Office-Surat’

News Continuous Bureau | Mumbai 

Surat: રાજ્યના યુવક સેવા ( youth service ) અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ( cultural activities ) વિભાગ હેઠળ સંચાલિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-સુરત દ્વારા ‘કલા મહાકુંભ- ૨૦૨૩-૨૪’નું  ( Kala Mahakumbh- 2023-24 ) આયોજન થનાર છે. લોકોને કલા-સંસ્કૃતિથી ( art-culture ) માહિતગાર કરવા આ વર્ષે કલા મહાકુંભમાં ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરના વિવિધ ચાર વયજૂથમાં વિવિધ ૩૭ કલાસ્પર્ધાઓ યોજાશે.  

 તાલુકા/ઝોન કક્ષાએથી સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું), નિબંધ જેવી ૧૪ કૃતિઓ, જિલ્લાકક્ષાએ સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કઠ્યસંગીત (હિંદુસ્તાની), ઓરગન જેવી વિવિધ ૦૯ કૃતિઓ, પ્રદેશકક્ષાએથી મોહિનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલિન, વાંસળી, ઓડીસી સાથેની કુલ ૦૭ કૃતિઓ તેમજ રાજ્યકક્ષાએથી શરૂ થતી પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયા પાવા, રાવણ હથ્થો સહિતની કુલ ૦૭ કૃતિઓ યોજાશે. તાલુકા/ઝોન કક્ષાની સંભવિત સ્પર્ધા તા.૨૬/૧૦/૨૦૨૩થી ૦૮/૧૧/૨૦૨૩ દરમિયાન યોજાશે.  

આ સમાચાર પણ વાંચો : First Made in India Semiconductor Chips: ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ આ તારીખ સુધીમાં થશે લોન્ચ! જાણો ચિપની સંપુર્ણ વિગતો વિગતવાર.

આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે સુરત શહેર તથા ગ્રામ્યની  તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાંથી ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ‘કલા મહાકુંભ ૨૦૨૩-૨૪’ના વિગતવાર ફોર્મ, નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ,નાનપુરા, સુરતમાંથી મેળવી તા.૨૫/૧૦/૨૦૨૩ સુધીમાં અરજી જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,સુરતની યાદીમાં જણાવાયું છે. 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!