News Continuous Bureau | Mumbai
જે અનુસાર સુરત પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર(Weapon) કે શસ્ત્રો, તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા
સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે
નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ તેમજ મનુષ્યો અથવા આકૃતિઓ
અથવા પુતળાં દેખાડવા નહિ, જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ(Prohibition) થાય તેવું ભાષણ કરવું
નહિ, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ
અથવા વસ્તુ તૈયાર કરવી નહિ અથવા તેનો ફેલાવો કરવો નહિ, કોઈ સરઘસમાં જલતી અથવા
પેટાવેલી મશાલ લઈ જવી નહિ અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવી
નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવા ઉપર પ્રતિબંધ કરાયો છે.
આ જાહેરનામું સરકારી અધિકારીને કામ અર્થે કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય
અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની જેમની ફરજ હોય, પોલીસ કમિશ્નર અથવા તેમના દ્વારા
અધિકૃત કરેલ પોલીસ અધિકારી દ્વારા જેની શારિરીક, અશકતતાને કારણે શરીરને ટેકો આપવા
લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે તેને લાગુ પડશે નહિં. આ
જાહેરનામાનો તા.૦૮/૦૭/૨૦૨૩ સુધી અમલ કરવાનો રહેશે, જેથી આ હુકમનો(Notice) ભંગ કે
ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ સમાચાર પણ વાંચો: Modi in US : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન કોંગ્રેસનાં સંયુક્ત સત્રને કરેલાં સંબોધનનું મૂળ લખાણ સ્વરુપ અહીં વાંચો, એક એક શબ્દ….