Site icon

Surat News : શહેરમાં હથિયારબંધી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

Surat News : સુરત શહેરની પરિક્ષતિતિને લક્ષમાં લઈ જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા તેમજ આગામી સમયમાં આવનારા તહેવારોને ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે,

Surat News : Collector issues order to surrender all weapons

Surat News : Collector issues order to surrender all weapons

News Continuous Bureau | Mumbai

જે અનુસાર સુરત પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર(Weapon)  કે શસ્ત્રો, તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા
સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે
નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ તેમજ મનુષ્યો અથવા આકૃતિઓ
અથવા પુતળાં દેખાડવા નહિ, જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ(Prohibition) થાય તેવું ભાષણ કરવું
નહિ, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ
અથવા વસ્તુ તૈયાર કરવી નહિ અથવા તેનો ફેલાવો કરવો નહિ, કોઈ સરઘસમાં જલતી અથવા
પેટાવેલી મશાલ લઈ જવી નહિ અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવી
નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવા ઉપર પ્રતિબંધ કરાયો છે.
આ જાહેરનામું સરકારી અધિકારીને કામ અર્થે કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય
અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની જેમની ફરજ હોય, પોલીસ કમિશ્નર અથવા તેમના દ્વારા
અધિકૃત કરેલ પોલીસ અધિકારી દ્વારા જેની શારિરીક, અશકતતાને કારણે શરીરને ટેકો આપવા
લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે તેને લાગુ પડશે નહિં. આ

Join Our WhatsApp Community

જાહેરનામાનો તા.૦૮/૦૭/૨૦૨૩ સુધી અમલ કરવાનો રહેશે, જેથી આ હુકમનો(Notice) ભંગ કે
ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ સમાચાર પણ વાંચો: Modi in US : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન કોંગ્રેસનાં સંયુક્ત સત્રને કરેલાં સંબોધનનું મૂળ લખાણ સ્વરુપ અહીં વાંચો, એક એક શબ્દ….

 

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version