Site icon

સુરત રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. અધધ આટલા કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, હશે આવી અદ્યતન સુવિધાઓ

Surat railway station to get world-class infrastructure and passenger amenities

સુરત રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. અધધ આટલા કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, હશે આવી અદ્યતન સુવિધાઓ

News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રાલયે AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1,275 રેલવે સ્ટેશનોની ઓળખ કરી છે, જેમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય સ્ટેશનો અને ગુજરાતમાં સુરત, અમદાવાદ જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. મુંબઈ નજીકના સુરત સ્ટેશનને ‘નવા ભારતના નવા રેલવે સ્ટેશન’ તરીકે સુંદર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર સુરત સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે અને તે ઝડપથી પ્રગતિ ઉપર છે. આ કામ સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SITCO) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતીય રેલવે અને ગુજરાત સરકાર વચ્ચે રચિત એક વિશેષ પ્રયોજન વાહન (SPV) છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની હવા અતિપ્રદૂષિત.. હવાની ગુણવત્તા બગડતા વૃદ્ધ નાગરિકોના આરોગ્ય પર અસર, હોસ્પિટલમાં લાગી લાઈનો.. 

ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચ થી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.  પ્રથમ તબક્કામાં રૂ. 980 કરોડના કામો કરવામાં આવશે, જેમાં રેલવેનો હિસ્સો રૂ. 683 કરોડ છે, જ્યારે ગુજરાત સરકારનો હિસ્સો રૂ. 297 કરોડ છે. તે મે, 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

  મળશે મલ્ટિ કનેકટિવિટી

સુરત સ્ટેશનને મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જે રેલવે, GSRTC સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરેને એકીકૃત કરીને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. સુરત સ્ટેશનનું આર્કિટેક્ચર વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટના ફેઝ-1 હેઠળ કામ શરૂ થઈ ગયું છે. પૂર્વ બાજુએ રેલવે સ્ટેશન બિલ્ડીંગમાં ઇલેક્ટ્રિક કેબલ અને પાઇપલાઇનનું સ્થળાંતર ચાલુ છે. રેલ્વે સ્ટેશન 100 ટકા વિકલાંગ મૈત્રીપૂર્ણ હશે. સમગ્ર સ્ટેશન પરિસરમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર લગાવવામાં આવશે. સ્ટેશન બિલ્ડીંગ એ પ્લેટિનમ રેટિંગ ગ્રીન બિલ્ડીંગ હશે, જેમાં ઊર્જા, પાણી અને અન્ય સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વગેરે સુવિધાઓ હશે. સ્ટેશન અત્યાધુનિક સલામતી અને સુરક્ષા તકનીકોથી પણ સજ્જ હશે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version