Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે

Surat Rakhi Fair ૨૨ સ્ટોલ્સ પર હેન્ડમેડ રાખડી, બ્યૂટી પ્રોડક્ટ્સ, હેન્ડલૂમ અને સુશોભનની વસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક

by kalpana Verat
Surat Rakhi Fair  કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય 'રાખી મેળા'નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે

 

News Continuous Bureau | Mumbai

Surat Rakhi Fair સુરત (Surat) ના મજૂરાગેટ સ્થિત કૃષિમંગલ હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા ૧૦ દિવસીય ‘રાખી મેળો’ (Rakhi Fair) શરૂ કરવામાં આવ્યો છે, જે તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ચાલશે.

Surat Rakhi Fair – સ્વદેશી ઉત્પાદનો અને મહિલા કારીગરોને પ્રોત્સાહન

મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧:૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ખુલ્લા રહેનારા આ મેળામાં નાગરિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Surat Rakhi Fair – ૨૨ સ્ટોલ્સ પર વિવિધ આકર્ષક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા

આ મેળામાં કુલ ૨૨ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં પ્રવાસીઓ અને ખરીદદારો માટે હેન્ડમેડ રાખડીઓ, બ્યૂટી પ્રોડક્ટ્સ, હેન્ડલૂમ (Handloom) તથા ઘર સજાવટ અને સુશોભનની આકર્ષક વસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક મળી રહી છે.

Surat Rakhi Fair – સુરતવાસીઓને મોટા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ

સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદી દ્વારા શહેરના નાગરિકોને આ પ્રદર્શન સહ વેચાણ મેળાનો મોટા પ્રમાણમાં લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિક કલાકારો અને મહિલા સાહસિકોને પ્રોત્સાહન મળી શકે.

👉 આ સમાચાર વાચો:
OTT Releases This Week આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનનો ધમાકો, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિઓ અને જિઓહોટસ્ટાર પર રિલીઝ થશે આ શાનદાર મૂવીઝ અને વેબ સિરીઝ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More