Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત

Surat Scheduled Caste Welfare Scheme શૈક્ષણિક વિકાસ, સામાજિક સુરક્ષા અને છાત્રાલય સુવિધાઓ થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને પરિવારોનું સશક્તિકરણ

by Krishna
Surat Scheduled Caste Welfare Scheme  સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત

 

News Continuous Bureau | Mumbai

Surat Scheduled Caste Welfare Scheme નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ સુરત કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫૨૬ દરમિયાન સુરત (Surat) જિલ્લામાં કલ્યાણકારી યોજનાઓનું સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં સામાજિક સુરક્ષા સુદ્રઢ કરવા અને શૈક્ષણિક વિકાસને વેગ આપવાના પ્રયાસરૂપે કુલ ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની આર્થિક સહાય (Financial Assistance) સુનિશ્ચિત કરવામાં આવી છે.

Surat Scheduled Caste Welfare Scheme – શૈક્ષણિક સહાય, શિષ્યવૃત્તિ અને છાત્રાલય સુવિધાઓનું વિસ્તરણ

શૈક્ષણિક સુવિધાઓના ભાગરૂપે બારડોલીના (Bardoli) સરકારી છાત્રાલયમાં ૫૦ છાત્રો અને સરથાણા સ્થિત આદર્શ નિવાસી શાળામાં ૨૦૦ વિદ્યાર્થીઓને મફત રહેવા-જમવા સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત, પોસ્ટ મેટ્રીક યોજના, ફૂડ બિલ અને શૈક્ષણિક સાધન સહાય યોજના (Educational Equipment Assistance Scheme) હેઠળ ૪,૨૮૬ વિદ્યાર્થીઓને રૂ. ૧૧.૧૪ કરોડની સહાય તથા પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ, વિદ્યા સાધના અને ગણવેશ સહાય યોજના હેઠળ ૧૪,૫૭૩ વિદ્યાર્થીઓને રૂ. ૧.૩૬ કરોડની નાણાકીય રાહત આપવામાં આવી છે.

Surat Scheduled Caste Welfare Scheme – ‘કુંવરબાઈનું મામેરું’ અને આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનાઓ

સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓ હેઠળ ‘કુંવરબાઈનું મામેરું’ (Kunwarbai Nu Mameru) યોજના અન્વયે ૧૦૦ કન્યાઓને રૂ. ૧૨,૦૦૦ લેખે કુલ રૂ. ૧૨ લાખ અને આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ ૭૬ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૫૯ કરોડની રકમ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત નવશિક્ષિત વકીલોને પ્રોત્સાહન આપવા માટે વકીલ સ્ટાઇપેન્ડ યોજના હેઠળ ૭૩ લાભાર્થીઓને રૂ. ૩.૯૮ લાખની સહાય પૂરી પાડવામાં આવી છે.

Surat Scheduled Caste Welfare Scheme – અત્યાચાર નિવારણ અધિનિયમ અને કાનૂની ન્યાય વ્યવસ્થા

અત્યાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૯ (Atrocities Act 1989) હેઠળ વિવિધ કેસોમાં પીડિત ૬૪ વ્યક્તિઓને રૂ. ૮૦ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે, જેથી તેઓને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટેની કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાય. તેમજ ૮૦૫ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ અને ૨,૩૦૦ લાભાર્થીઓને જાતિના દાખલા (Caste Certificates) ઇસ્યૂ કરીને સામાજિક સશક્તિકરણની પ્રક્રિયાને વધુ વેગ આપવામાં આવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Devyani Zala Rajkot Athlete Success Story રાજકોટની દીકરી દેવયાની ઝાલાએ રચ્યો ઇતિહાસ, ૪૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ સાથે ૨૦૨૬ની એશિયન ગેમ્સ માટે ક્વાલિફાય કર્યું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More