Surat : ઉકાઇ ડેમ ભયાવહ સપાટીએ, 15 દરવાજા ખોલાયા, તાપી નદીમાં પાણીની આવક થતા 20 ગામ એલર્ટ કરાયા.

Surat : ગત રોજથી સતત પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમમાં જળ સપાટી ભયાવહ સ્થિતિએ પહોંચી છે. ગત રોજ ડેમમાં 5 લાખ ક્યુસેક જેટલુ પાણી એકત્ર થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. માહિતી મુજબ, હાલ ડેમમાં 2.45 લાખ ક્યુસેક પાણીની આવક છે અને ડેમની સપાટી 343.57 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આ સ્થિતિને જોતા કાંઠાના 20 ગામને એલર્ટ કરાયા છે.

Surat: Ukai Dam at critical level, 15 gates opened, 20 villages alerted due to inflow of water in Tapi river.

Surat: Ukai Dam at critical level, 15 gates opened, 20 villages alerted due to inflow of water in Tapi river.

News Continuous Bureau | Mumbai

Surat : ગત રોજથી સતત પડી રહેલા અતિ ભારે વરસાદને ( Heavy rain) પગલે તાપી નદી ( Tapi River ) પર બનેલા ઉકાઈ ડેમમાં ( Ukai Dam )  જળ સપાટી (  water surface ) ભયાવહ સ્થિતિએ પહોંચી છે. ગત રોજ ડેમમાં 5 લાખ ક્યુસેક જેટલુ પાણી એકત્ર થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. માહિતી મુજબ, હાલ ડેમમાં 2.45 લાખ ક્યુસેક પાણીની આવક છે અને ડેમની સપાટી 343.57 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આ સ્થિતિને જોતા કાંઠાના 20 ગામને એલર્ટ કરાયા છે.

Join Our WhatsApp Community

રાંદરે-સિંગણપોર કોઝવે બંધ કરાયો

ડેમનું પાણી તાપી નદીમાં આવી જતા રાંદરે-સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલ કોઝવે ઓવરફ્લો થયો હતો. કોઝવે ઓવરફ્લો થતા સ્થાનિકોની અવરજવર બંધ કરાઈ છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. ઉપરાંત, રાંદેર હનુમાન ટેકરી નજીક આવેલ ફૂલડ ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે. હાલ ડેમમાં પાણીની આવક અને સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ નજીકના ગામોમાં લોકોને એલર્ટ પણ કરાયા છે.

આ સમાચાર પણ વાંચો : Surat: “ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમ અંતર્ગત ૭૦ દર્દીઓને છ માસ માટે દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો.

હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ

માહિતી મુજબ, ઉકાઇ ડેમમાં ભયાવહ જળ સપાટીને પગલે પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળ સ્તર પણ વધ્યું છે, જેના કારણે બારડોલી-માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. આ કારણે નજીકના ગામોનો વાહનવ્યવહાર પણ બંધ થયો છે. આ સ્થિતિને પગલે અંદાજિત 20 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. માંડવીનો આમલી ડેમ પણ 99 ટકા ભરાઈ ગયો હોવાની માહિતી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુરુવાર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version