News Continuous Bureau | Mumbai
દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ભેટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. સુરતના વિદ્યાર્થીઓએ પીએમ મોદીને અનોખી વેલેન્ટાઈન ગિફ્ટ આપી છે. સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને ગોલ્ડ પ્લેટેડ 151 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનું વેલેન્ટાઈન ટ્રી મોકલ્યું છે. જેના માટેનો તમામ ખર્ચ વિદ્યાર્થીઓએ પોકેટમનીમાંથી કર્યો છે.
જાણો શું ખાસ છે આ વેલેન્ટાઈન ટ્રીમાં
આ ગુલદસ્તામાં તમામ વિદ્યાર્થીઓએ પોતાના હાથથી એક-એક ગોલ્ડ પ્લેટેડ ગુલાબ લગાવ્યું છે, જેથી વડાપ્રધાન આ ફૂલમાં તેમની લાગણી જોઈ શકે. આ ગુલદસ્તાની ખાસ વાત એ છે કે લાખો રૂપિયાની કિંમત હોવા છતાં તે પીએમ પ્રત્યે વિદ્યાર્થીઓની લાગણીને સ્પષ્ટપણે દર્શાવે છે. આમ વેલેન્ટાઈન્સ ડેના દિવસે એક પરિવારના મોભી પર વિદ્યાર્થીઓએ પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: ‘પાકિસ્તાનમાં પઠાણનું એડવાન્સ બુકિંગ હિન્દુસ્તાની પઠાણ કરતા વધુ…” PAK એન્કરે પોતાના દેશની હાલત પર કર્યો કટાક્ષ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે પીએમ મોદી તેમના આદર્શ છે. તેઓ દેશના વિદ્યાર્થીઓની હંમેશા ચિંતા કરતા હોય છે, તેમનું વિદ્યાર્થીઓ સાથે ખાસ કનેક્શન રહ્યું હોય છે. પરીક્ષા પહેલા પણ પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી પરીક્ષાનું ટેન્શન હળવું કરતા હોય છે. પીએમ મોદીને વિદ્યાર્થીઓના યુવા આઇકોન માનવામાં આવે છે.