News Continuous Bureau | Mumbai
એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવે ગત 13 માર્ચે મુંબઈમાં સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી નવી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કર્યું હતું. જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે અધિકારીઓ દ્વારા યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરેખા યાદવને અભિનંદન આપતાં કહ્યું કે મહિલા શક્તિ દ્વારા સંચાલિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે મહિલા પાયલટના નેતૃત્વમાં રેલ્વેના પાટા પર દોડી રહી છે. જુઓ વિડીયો
Salute to #Narishakti!
Smt. Surekha Yadav, Loco Pilot cruising the first female driven Vande Bharat train from CSMT, Mumbai to Solapur through the steepest Bhor Ghat between Mumbai & Pune in Maharashtra. pic.twitter.com/WWKiUIXYrx
— Ministry of Railways (@RailMinIndia) March 15, 2023
મહત્વનું છે કે ટ્રેન સમયસર સોલાપુરથી નીકળી અને પાંચ મિનિટ પહેલા CSMT પહોંચી. ટ્રેન ક્રૂ શીખવાની પ્રક્રિયામાં સિગ્નલ આજ્ઞાપાલન, નવા સાધનો પર હાથ, અન્ય ક્રૂ સભ્યો સાથે સંકલન, સફળ ટ્રેન ઓપરેશન માટે તમામ પરિમાણોનું પાલન સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો
34 વર્ષના કરિયરમાં સુરેખા યાદવે એવા ઘણા કામ કર્યા જે તેમને એવી મહિલાઓની યાદીમાં લાવી છે જે દેશની તમામ મહિલાઓ માટે રોલ મોડલ છે. તે પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. જોકે રસપ્રદ વાત તો એ છે કે તેમણે ક્યારેય કાર કે ટુ વ્હીલર ચલાવ્યાં નથી..
પીએમ મોદીનો માન્યો આભાર
વંદે ભારતની પ્રથમ મહિલા ડ્રાઈવર બનવા પર સુરેખા યાદવે કહ્યું, ‘મારી નિમણૂક 1989માં થઈ હતી. હું છેલ્લા 34 વર્ષથી કામ કરું છું. મને મારા માતા-પિતા અને સાસરિયાઓનો સાથ મળ્યો. મારા પિતાએ મને સારું શિક્ષણ આપ્યું જેના કારણે હું આજે આ તબક્કે છું. વંદે ભારત ટ્રેન મુંબઈ લાવવા માટે હું પીએમ મોદીનો આભાર માનું છું.