News Continuous Bureau | Mumbai
ગુરુવારના દિવસે દિલ્હી ખાતે ભૂતપૂર્વ રેલવે મંત્રી(Former railway minister) તેમજ એક સમયે શિવસેના(Shivsena)માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સુરેશ પ્રભુ (Suresh Prabhu)એ અમિત શાહ(Amit Shah)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન અનેક વિષય ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. હાલ મીડિયામાં એવા સમાચારો આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) સુરેશ પ્રભુને ઉપરાષ્ટ્રપતિ પદ(Vice President)ના ઉમેદવાર બનાવીને શિવસેના અને વધુ એક ઝટકો આપશે. જો કે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી તરફથી હજી સુધી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી.
સુરેશ પ્રભુએ પોતાના ટ્વિટર પર અમિત શાહ સાથેની મિટિંગ નો ફોટોગ્રાફ શૅર કર્યો છે. આ મીટીંગ ના સમાચાર સોશિયલ મિડિયા પર વહેતા થયા પછી ચર્ચાનું બજાર ગરમ થયું છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટીનો દીપક બુઝાયો- હવે એકેય સભ્ય નહીં- આ રીતે થયું પતન