ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનો મામલો ધીરે ધીરે હવે રાજકીય રૂપ લઈ રહ્યો છે. સતત ચાલી રહેલી નિવેદનબાજી વચ્ચે ભાજપ પણ મહારાષ્ટ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ તમામ વચ્ચે હવે એનસીપી પ્રમુખ નેતા શરદ પવારે એન્ટ્રી લેતા મુંબઇ પોલીસનું સમર્થન કર્યુ છે. સુશાંત સિંહના કેસને લઇને તેમણે સ્પષ્ટ નિવેદન આપ્યુ હતું કે જે રીતે આ ઘટનાને મીડિયામાં મહત્વ આપવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. આ ઘટનાની તપાસ સીબીઆઇ અથવા તો કોઇની પાસે પણ કરાવો તેનો વિરોધ નથી, પરંતુ હું મુંબઇ પોલીસને છેલ્લા 50 વર્ષથી ઓળખુ છુ. મને મુંબઇ પોલીસ પર પુરો વિશ્વાસ છે.
આગળ તેમણે કહ્યું કે જે કંઇ પણ થઇ રહ્યું છે અને જે ચર્ચાઓ થાય છે તે બરાબર નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે કોઇ વ્યક્તિએ આત્મહત્યા કરી, પરંતુ કોઇ ખેડૂતોની આત્મહત્યા અંગે કોઇ વાત નથી કરતું. અમે સીબીઆઈની તપાસનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ આવી માંગ ન હોવી જોઈએ. આ સિવાય તેમણે અજિત પવારના પુત્ર પાર્થ પવારની સીબીઆઈ તપાસની માંગને પણ નકારી દીધી હતી. પાર્થ એક બિનઅનુભવી બાળક છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.
નોંધપાત્ર વાત છે કે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને મળ્યા હતા અને આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પાર્થ પવારે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતની યોગ્ય તપાસ થવી જોઈએ, આ સમગ્ર દેશ, ખાસ કરીને યુવાનોની ભાવના છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com