ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓગસ્ટ 2020
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ કરવા મુંબઈ પહોંચેલા બિહાર પોલીસના આઈપીએસ અધિકારી વિનય તિવારીને ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પટના પોલીસની ભલામણને માન્ય રાખીને બીએમસીએ 5 દિવસના ક્વોરેન્ટાઈન બાદ આઈપીએસ અધિકારી વિનય તિવારીને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. નોંધપાત્ર છે કે આ નિર્ણય રિટર્ન ટિકિટ દેખાડવામાં આવી ત્યાર બાદ લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો જેની તપાસ માટે બિહાર પોલીસ ટિમ મુંબઈ પહોંચી હતી. પરંતુ બિહાર પોલીસ ટિમ મુંબઈ પહોંચતાની સાથે જ તેમને બળજબરી પૂર્વક ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આઈપીએસ વિનય તિવારીના ક્વોરન્ટાઈન પર કડક ટિપ્પણી કરી હતી.
આ બધા વચ્ચે બિહાર પોલીસે મુંબઈ પોલીસ સહયોગ ન આપતી હોવાના આરોપ સાથે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધો હતો. કેન્દ્ર સરકાર સીબીઆઈને બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરવા માટે કહ્યાના એક દિવસ બાદ, સીબીઆઈએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 6 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સીબીઆઈએ આ મામલાની તપાસ માટે ટિમ પણ બનાવી છે. આ ટીમમાં ગુજરાત કેડરના આઇપીએસ મનોજ શશિધર મુખ્ય અધિકારી રહેશે. નોંધનીય છે કે સુશાંત કેસમાં ઇડીએ રિયા ચક્રવર્તીને આજે (7 ઓગસ્ટ) પૂછપરછ માટે બોલાવી છે. રિયાને તેની સંપત્તિ અને સુશાંત સાથેના વ્યવહારને લગતા પ્રશ્નો પૂછી શકાય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
