ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ઓગસ્ટ 2020
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ સીબીઆઈને સોંપવાનો હુકમ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ નિર્ણય અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી હતી કે નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસ જે રીતે સીબીઆઈ કરી રહી હતી તેવું સુશાંત સિંહ રાજપુતના કેસમાં ન થાય તો સારું. નરેન્દ્ર દાભોલકરના કેસમાં સીબીઆઈ આજ સુધી કોઈ જ પરિણામ પર આવી શકી નથી. દાભોલકરના હત્યારાઓ હજુ પણ છુટ્ટા ફરી રહયાં છે.'
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મુંબઈ પોલીસને આદેશ આપ્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. તેમજ મુંબઇ પોલીસે અત્યાર સુધી એકત્રિત કરેલા તમામ પુરાવા પણ સીબીઆઈને સોંપવામાં આવે.. આના સંદર્ભમાં શરદ પવારે ટ્વિટર પર કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનો આદર કરશે અને તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે." સાથે જ લખ્યું હતું કે, આશા રાખું છું કે 2014 થી નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસમાં સીબીઆઈ કરી રહી છે પરંતુ એનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી…. નોંધનીય છે કે હાલ મહારાષ્ટ્ર માં શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી મળીને સત્તા ચલાવી રહી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com