Site icon News Continuous Bureau | Mumbai

સીબીઆઈ, સુશાંત કેસની હાલત દાભોલકર હત્યા કેસ જેવી ન કરે તો સારું — એનસીપી નેતા શરદ પવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

20 ઓગસ્ટ 2020 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ સીબીઆઈને સોંપવાનો હુકમ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ નિર્ણય અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી હતી કે નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસ જે રીતે સીબીઆઈ કરી રહી હતી તેવું સુશાંત સિંહ રાજપુતના કેસમાં ન થાય તો સારું. નરેન્દ્ર દાભોલકરના કેસમાં સીબીઆઈ આજ સુધી કોઈ જ પરિણામ પર આવી શકી નથી. દાભોલકરના હત્યારાઓ હજુ પણ છુટ્ટા ફરી રહયાં છે.'

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મુંબઈ પોલીસને આદેશ આપ્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. તેમજ મુંબઇ પોલીસે અત્યાર સુધી એકત્રિત કરેલા તમામ પુરાવા પણ સીબીઆઈને સોંપવામાં આવે.. આના સંદર્ભમાં શરદ પવારે ટ્વિટર પર કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણયનો આદર કરશે અને તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે."  સાથે જ લખ્યું હતું કે, આશા રાખું છું કે 2014 થી નરેન્દ્ર દાભોલકરની હત્યાની તપાસમાં સીબીઆઈ  કરી રહી છે પરંતુ એનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી…. નોંધનીય છે કે હાલ મહારાષ્ટ્ર માં શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી મળીને સત્તા ચલાવી રહી છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version