ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશ દેશમુખના માથે ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે. તેથી ઋશીકેશ દેશમુખ કોર્ટમાં ધરપકડ પહેલા જામીન માટે અજી કરવાનો હોવાનું માનવામાં આવે છે. તેમના વકીલે તેને લગતી માહીતી આપી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીમાં દેખાયા કોરોનાના લક્ષણ; દિવાળી કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર: જાણો વિગત
અનિલ દેશમુખ પર મની લોન્ડ્રિંગનો આરોપ થયા બાદ તેમની મિલકત પર ધાડ મારવામાં આવી હતી. તેમાં કરોડો રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડ્રિંગ પ્રકરણમાં અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે તેમના દીકરા ઋષીકેશે ઈન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે(ઈડી)એ સમાન્ય મોકલ્યા છે, તેને આજે હાજર થવાનું હતું. પરંતુ તેણ 15 દિવસનો સમય માગ્યો છે.