Site icon

હવે આ પક્ષ શિવસેના અને એનસીપી ગઠબંધનનો સાથ છોડશે. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પર એક પછી એક મુસીબતોનો સામનો કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડી સરકાર સાથે રહેલા સ્વાભિમાની શેતકરી પક્ષના નેતા રાજુએ શેટ્ટી હવે તેમનો સાથ છોડવાની ધમકી આપી છે.  પાંચ એપ્રિલ સુધી તેઓ પોતાનો નિર્ણય જાહેર કરવાના છે.

Join Our WhatsApp Community

રાજુ શેટ્ટીએ રાજ્ય સરકાર પર તેમની સાથે સંવાદ નહીં સાધવાનો આરોપ લગાડ્યો છે. તેમના આરોપ મુજબ 
સરકાર અઢી વર્ષથી સત્તામાં છે. હવે સમય આવી ગયો છે કે મહાવિકાસ આઘાડી સરકારની સમીક્ષા કરવામાં આવે.
મહાવિકાસ આઘાડી સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજુ શેટ્ટીએ કહ્યું હતું કે સ્વાભિમાની શેતકરી પક્ષ ખેડૂત અને ખેતરના મજૂરો વચ્ચે કામ કરનારી સંસ્થા છે. છેલ્લા અઢી વર્ષથી મહાવિકાસ આઘાડી સરકાર સાથે સરકારની નીતિ બાબતે ચર્ચા કરવી છે. ખેડૂતો અને મજદૂરોના સવાલ પર આઘાડી સકરાર કોઈ સંવાદ સાધવા તૈયાર નથી. તેથી હવે સમય આવી ગયો છે કે કોઈ નિર્ણય લેવામાં આવે.

આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે ત્રીજા મોરચા સાથે જોડાવાના આપ્યા સંકેત… આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરી જુનિયર પાર્ટનર બનવા માટે પાર્ટી તૈયાર; જાણો વિગતે

આઘાડી સરકારમાંથી બહાર નીકળવાનો નિર્ણય એકલા લઈ શકાય નહીં. પાંચ એપ્રિલના સ્વાભિમાની શેતકરી સંગઠનની પ્રદેશ કાર્યકરણીની બેઠક છે, તેમાં નિર્ણય લેવાશે એવું પણ રાજુ શેટ્ટીએ કહ્યું હતું.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version