Site icon

Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી C.R. પાટીલની કર્ણાટક અને હરિયાણા સાથે સમીક્ષા બેઠક, બંને રાજ્યોએ કરેલી પ્રગતિની લીધી નોંધ

Swachh Bharat Mission: નવી દિલ્હીમાં કર્ણાટક અને હરિયાણા રાજ્યો માટે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (એસબીએમ-જી)ની સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી હતી.

Swachh Bharat Mission Jal Shakti Minister C.R. Patil holds review meeting with Karnataka and Haryana, takes note of progress made by both the states

Swachh Bharat Mission Jal Shakti Minister C.R. Patil holds review meeting with Karnataka and Haryana, takes note of progress made by both the states

News Continuous Bureau | Mumbai

Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે નવી દિલ્હીમાં કર્ણાટક અને હરિયાણા રાજ્યો માટે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (એસબીએમ-જી)ની સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષામાં 2024-25 ના નાણાકીય વર્ષમાં બંને રાજ્યોએ કરેલી પ્રગતિની નોંધ લેવામાં આવી હતી, જેમાં હરિયાણાના 37% ગામો અને કર્ણાટકના 18% ગામોએ ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કર્યું હતું.

Join Our WhatsApp Community

રાજ્યો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરતા શ્રી સી આર પાટિલે જણાવ્યું હતું કે, “હરિયાણા અને કર્ણાટક બંનેએ સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનમાં પ્રગતિ કરી છે, પરંતુ જે ખામીઓ રહેલી છે તેને દૂર કરવી એ તેના સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યાંકો હાંસલ કરવા અને તેમના ગ્રામીણ સમુદાયો માટે સ્વચ્છ, તંદુરસ્ત વાતાવરણનું સર્જન કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.” મંત્રીશ્રીએ રાજ્યોને સ્વચ્છ ભારત મિશન હેઠળ તેમના પ્રયત્નોને વધુ તેજ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું કે, “સ્વચ્છ ભારત અભિયાનનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટે હરિયાણા અને કર્ણાટકે દેશનાં ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં મશાલચી બનવું પડશે, તેમની સિદ્ધિઓને જાળવી રાખવી પડશે અને સાથે-સાથે વધુ પ્રગતિને વેગ આપવો પડશે. તેઓએ આ ખામીઓને અસરકારક રીતે દૂર કરવા માટે વધુ લક્ષિત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.”

 

Swachh Bharat Mission:  આ સમીક્ષામાં સમગ્ર રાજ્યોમાં મુખ્ય સીમાચિહ્નો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતોઃ

હરિયાણા

• રાજ્ય સરકારે 6,619 ગામોમાંથી 6,419 (97 ટકા) ઓડીએફ પ્લસ અને 2,500 ગામો (37 ટકા) ઓડીએફ પ્લસ મોડેલ જાહેર કર્યા છે. આ ઓડીએફ પ્લસ મોડેલ ગામો પૈકી 1,855 ગામોની પણ ચકાસણી કરવામાં આવી છે. હરિયાણાએ તેના 76% ગામોમાં ગ્રે વોટર મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ કવરેજ હાંસલ કર્યું છે. સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સંપત્તિની કાર્યક્ષમતાની ખાતરી કરવા અને જમીની સ્તર પર તેની ઊંડી તપાસ કરવાનાં પ્રયત્નો ચાલી રહ્યા છે. રાજ્ય સરકારે 65 ટકા ગામડાઓમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અમલ કર્યો છે અને તેમાં 100 ટકા શૌચાલયોની સુવિધા અને તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

કર્ણાટક

• રાજ્યએ 4,873 ઓડીએફ પ્લસ મોડેલ ગામોના લક્ષ્યાંકને હાંસલ કર્યો છે અને તેના 99.3 ટકા ગામો હવે ઘન કચરાનું સફળતાપૂર્વક વ્યવસ્થાપન કરી રહ્યા છે. કર્ણાટક માર્ચ 2025 સુધીમાં તેના તમામ 26,484 ગામોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) પ્લસ મોડેલ સ્ટેટસ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે. રાજ્યએ 1,905 ગામોને ફેકલ સ્લજ મેનેજમેન્ટ (એફએસએમ) સાથે જોડ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Antonio Costa: યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ PM મોદીએ સાથે ફોન પર વાત કરી

આગળ વધવાનો માર્ગ

કેન્દ્રીય જલ શક્તિ મંત્રીએ રાજ્યોને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ તેમના લક્ષ્યાંકો પર કામ કરવા માટે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

હરિયાણાના વિકાસ અને પંચાયત મંત્રી શ્રી કૃષ્ણલાલ પંવાર, કેન્દ્રીય જલ શક્તિ રાજ્યમંત્રી શ્રી વી. સોમન્ના, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને કર્ણાટકના આઈટી/બીટી મંત્રી શ્રી પ્રિયંક ખડગે, સચિવ (ડીડબલ્યુએસ) શ્રી અશોક કે કે મીના, જેએસ એન્ડ એમડી (એસબીએમ) શ્રી જિતેન્દ્ર શ્રીવાસ્તવ તથા રાજ્ય સરકારોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અંજુમ પરવેઝ, અધિક મુખ્ય સચિવ, આરડીપીઆર; શ્રી નાગેન્દ્ર પ્રસાદ કે. ડિરેક્ટર, આરડીડબલ્યુએસડી; શ્રી એજાઝ હુસૈન, મુખ્ય ઇજનેર; શ્રી એસ.સી. મહેશ, નાયબ સચિવ (વિકાસ); શ્રી જફર શરીફ સુતાર, નાયબ સચિવ (એડમિન); કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં NH-48 પર 210 મીટર પુલ તૈયાર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version