Gujarat : માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમ યોજાયો

Gujarat : ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ હસ્તે પ્રધાનમંત્રી આવાસ,મિશન મંગલમ યોજના લાભાર્થીઓ અને સફાઇ કર્મચારીઓને સફાઇ કીટનું વિતરણ

by Akash Rajbhar
"Swachhata Hi Seva" program was held at Mandvi under the chairmanship of Minister of State for Tribal Development Kunwarjibhai Halapati.

News Continuous Bureau | Mumbai 

Gujarat :  ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના(PM Modi) જન્મદિવસના ઉપલક્ષ્યમાં માંડવી(Mandvi) તાલુકાના વરેઠ ગામે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત(Clean India) અભિયાન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યમંત્રીશ્રી સફાઇ કરી દરેક લોકોને શેરી, મહોલ્લા,ગામોને સ્વચ્છ રાખવા માટે અનુરોધ કર્યો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ,મિશન મંગલ યોજના,આયુષ્યમાન કાર્ડના(Ayushman Card) લાભાર્થીઓ અને સફાઇ કર્મચારીઓને સફાઇ કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રેરક સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો આર્થિક રીતે સશક્ત અને મજબૂત બને તેવો રાજ્ય સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, પીડિત, વંચિત મહિલાઓ, યુવાનો, આદિજાતિ નાગરિકોના સર્વસમાવેશક વિકાસ થાય તે દિશામાં પ્રયાસો કરી રહ્યાં છે. આદિવાસી સમાજના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરનું ઘર આપ્યું છે. આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો ને આરોગ્ય કવચ પુરુ પાડયું છે ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને ૧૦ લાખ સુધીની કરી છે. પહેલા છેવાડાના ગ્રામ્યજનો બિમાર પડતા તો શહેર સુધી જવું પડતું હતું પરંતુ હવે ઘરઆંગણે સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્રોના નિર્માણ કરીને આરોગ્ય સેવાઓ સુલભ બનાવી છે. સરકાર છેવાડાના માનવીનું સ્વાસ્થ સારું રહે એના માટે પ્રયત્ન કરી રહી છે.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે, સરકારની વિકાસ લક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચી છે. છેવાડાના માનવીના વિકાસ માટે સરકાર હંમેશા કટિબધ્ધ રહેશે. પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે રાજય સરકાર વિકાસકામોને ઝડપભેર આગળ વધારી રહી છે. આ અવસરે મંત્રીશ્રી વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, જિલ્લાપંચાયતના ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીમતી ગીતાબેન પટેલ,તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી કમલેશભાઇ ચૌધરી, શાશકપક્ષના નેતાશ્રી મિનાક્ષીબેન ચૌધરી, દંડકશ્રી રંજનાબેન મરાઠે વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો : Surat : વિકાસ દિવસ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન…

Join Our WhatsApp Community

You may also like