Site icon

શ્રાવણ મહિનો શરૂ- મીઠાઈઓ મોંઘી- જીએસટી નો પ્રતાપ

News Continuous Bureau | Mumbai

તહેવાર હોય કે પછી કોઈ પ્રસંગ આપણા દેશમાં દરેક ઘરમાં મીઠાઈ(sweets)ની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. તેમાં પણ ગુજરાતીઓ કહ્યા એટલે ખાવામાં જાતભાતની વેરાઇટી ન હોય તેવું કઈ રીતે બને.  

Join Our WhatsApp Community

મહત્વપૂર્ણ છે કે ગત 10 જુલાઈથી હિંદુ ચાતુર્માસ(Chaturmass) શરૂ થતાની સાથે જ તહેવારો(festivals) શરૂ થઈ ગયા છે. એેવામાં જ જન્માષ્ટમી(Janmashtmi) અને રક્ષાબંધન(Rakshabandhan) સહિતના તહેવારોની ઉજવણીનો માહોલ શરુ થઇ ગયો છે. તહેવારોમાં લોકો મીઠાઈ અને ફરસાણ(Sweets and Farsan)ની ખરીદી કરે છે. પરંતુ હવે લોકોના મનપસંદ ફરસાણ અને મીઠાઇના સ્વાદ બગડવાનો છે કારણ કે મીઠાઈ અને ફરસાણના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. તો ફરસાણના ભાવમાં વધારો કરવાની વેપારીઓને ફરજ પડી છે. જે ફરસાણ પ્રતિકિલો રૂ. 200થી 300માં વેચાતું હતું, તે આજે રૂ. 220થી 330માં વેચાતું થઈ ગયું છે. કારણ કે કેન્દ્ર સરકારે(Central govt) ગત 18 જુલાઈથી લેબલવાળા પેકેટમાં વેચાતા દૂધ, દહીં, છાશ અને લોટ સહિતની ચીજવસ્તુ પર 5% જીએસટી(GST) લાગુ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા પછી આ દેશની સંસદ પણ લોકોએ કબજામાં લઈ લીધી- જુઓ ફોટોગ્રાફ

 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version