ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુન 2020
મુંબઈની તાજ કોલાબા અને બાંદ્રાની તાજ લેન્ડ્સ એન્ડને મંગળવારે ધમકીનો કોલ મળ્યો હતો, જેના પગલે આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફોન સવારે 12.30 વાગ્યે પાકિસ્તાનથી કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. કોલરે બંને હોટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. કોલ ઉઠાવનાર કર્મચારીનું નિવેદન પણ પોલીસે રેકોર્ડ કર્યું છે.
2008 માં, મુંબઈની ગેટવે ઓફ ઈન્ડિયા વાળી તાજ હોટલ, 26/11 ના આતંકી હુમલાનો શિકાર બની હતી. ભારતના ઇતિહાસમાં સૌથી ભયંકર આતંકવાદી હુમલામાં, 26 નવેમ્બર, 2008 ના રોજ પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં તબાહી મચાવી હતી ત્યારે 166 લોકો માર્યા ગયા હતાં અને 300 થી વધુ ઘાયલ થયા હતાં….
આ ઉપરાંત આતંકવાદીઓએ નરીમાન હાઉસને પણ નિશાન બનાવ્યું હતું જેમાં છ યહૂદીઓ માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે હુમલો થયો તે સમયે ઇઝરાયેલના દૂત પણ મુંબઈના આ નરીમાન હાઉસમાં જ હતા.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com