તાજમહેલના બંધ 22 રૂમમાં શું છુપાયેલું છે?, અલાહાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી ટળી, આ છે કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તાજમહેલમાં(Taj mahal) 22 રૂમ ખોલવાની અરજી પર અલાહાબાદ  હાઇકોર્ટમાં(Allahabad highcourt) આજે સુનાવણી ટાળી દેવામાં આવી છે. 

વકીલોની હડતાળને(Lawyers strike) કારણે તાજમહેલના 22 રૂમની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી થઈ શકી નથી. 

હવે આગામી સુનાવણી 12મે એટલે કે ગુરુવારે થશે. 

અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં(Lucknow bench) તાજમહેલમાં બંધ 22 રૂમને ફરીથી ખોલવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ASI દ્વારા તપાસની પણ માંગ કરવામાં આવી છે.

અરજદારનો દાવો છે કે બંધ રૂમમાં હિંદુ દેવી-દેવતાઓની(Hindu god) મૂર્તિઓ અને શિલાલેખો છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે મંત્રાલયના દરવાજા આ તારીખથી સામાન્ય નાગરિકો માટે ખુલશે… જાણો વિગતે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment