Site icon

Gujarat Farmers: ગુજરાત સરકારે જગતના તાત માટે જાહેર કરી વિશેષ એડવાઈઝરી, આ પાકનું વાવેતર કરતા ખેડૂતો એ સાવચેતી રાખવી જરૂરી..

Gujarat Farmers: ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરી. ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી જેવા શિયાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી. બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી વધુ તાપમાનમાં વાવેતર ટાળવું; પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત આપવું

Taking note of the hot temperature, the Gujarat government has issued advisory for farmers planting rabi crops

Taking note of the hot temperature, the Gujarat government has issued advisory for farmers planting rabi crops

News Continuous Bureau | Mumbai

Gujarat Farmers:  ગ્લોબલ વોર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે એક વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.  

Join Our WhatsApp Community

દિવાળી પછી શરુ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોએ ( Farmers ) રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે અથવા વાવેતર શરુ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહેતું હોવાથી ખેડૂતોએ વાવેતર સમયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મેળવી લેવો જોઈએ, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે.

રવિ પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું ( Rabi crops ) વાવેતર ટાળવું હિતાવહ છે. રવિ પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર સામે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ. આ અગચેતીના પગલાને અનુસરીને ખેડૂતો નુકશાનને નિવારી શકશે, તેમ એડવાઈઝરીમાં વધુમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : WTM London: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM) લંડનની લીધી મુલાકાત, આ કેન્દ્રશાસિત પ્રદેશોના સ્ટેન્ડનું કરવામાં આવ્યું સન્માન.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારની MEGHDOOT મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્યભરના ( Gujarat Government ) ખેડૂતો કૃષિ હવામાન એડવાઇઝરી સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો ( Gujarat Farmers ) માટેની આગાહી સરળતાથી જાણી શકશે. ખેડૂતો આ એપ્લીકેશનની મદદથી સ્થળ, પાક અને પશુધન માટેની સલાહ સ્થાનિક ભાષામાં મેળવી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version